જીએસટીમાં રજિસ્ટ્રેશન રદ કરાવવા અંગેની જોગવાઈઓ
- Mayur Bhadani
- May 5, 2021
- 3 min read
સ્વૈચ્છિકપણે રજિસ્ટ્રેશન રદ કરાવવા અંગે :-
(૧) કોઈ રજિસ્ટર્ડ પર્સન નીચેના કેસોમાં રજિસ્ટ્રેશન કેન્સલ કરવા માટે અરજી કરી શકે છે. [કલમ-૨૯(૧)]
વેપાર બંધ થઈ ગયો હોય અથવા માલિકનું મૃત્યુ થયું હોય અથવા અમાલગમેશન કે મર્જર થયું હોય.
વેપારના બંધારણમાં ફેરફાર થયો હોય.
કલમ-૨૨ અથવા કલમ-૨૪ માં રજિસ્ટ્રેશનની જરૂરિયાત નહીં હોય અથવા કલમ-૨૫(૩) માં રજિસ્ટ્રેશન નહીં જોઈતું હોય.
(૨) જો કોઈ રજિસ્ટર્ડ વ્યક્તિ કલમ-૨૯(૧) હેઠળ રજિસ્ટ્રેશન રદ કરાવવા માંગે તો તેણે ફોર્મ GST REG-16 માં ઇલેક્ટ્રોનિકલી અરજી કરવાની રહેશે. આ અરજી વેપાર બંધ કર્યાની તારીખથી ૩૦ દિવસની અંદર કરવાની રહેશે.(રૂલ ૨૦)
(૩) અરજીની તારીખથી તેનું રજિસ્ટ્રેશન સસ્પેંડ માની લેવામાં આવશે.(રૂલ ૨૧A)
(૪) ફોર્મ REG-16 માં સ્ટૉક પર ચૂકવવાના ટેક્ષ વિ. ની જાણકારી તથા કેવી રીતે ચૂકવેલ છે તેની જાણકારી રજૂ કરવી પડશે .
(૫) રૂલ ૨૦ માં અરજી રજૂ કર્યા બાદ યોગ્ય અધિકારી એ વાતની તપાસ કરશે કે શું રજિસ્ટ્રેશન કેન્સલ કરી શકાય છે તથા તેઓ આના માટે ફોર્મ GST REG-19 માં અરજી મળ્યાની તારીખથી ૩૦ દિવસની અંદર આદેશ પસાર કરશે.[રૂલ ૨૨(૩)]
(૬) ફોર્મ REG-19 માં અધિકારી બાકી ટેક્ષ વિ. ની જાણકારી આપી રજિસ્ટ્રેશન કેન્સલનો આદેશ પસાર કરશે.
(૭) રજિસ્ટ્રેશન સસ્પેન્સના સમયગાળામાં કરદાતા કોઈ કરપાત્ર સપ્લાય નહીં કરી શકશે તથા તે દરમ્યાન
કલમ-૩૯ હેઠળ તેમણે કોઈ રિટર્ન ફાઇલ કરવું પડશે નહીં.[રૂલ ૨૧A (૩)]
(૮) રજિસ્ટ્રેશન કેન્સલ થવા પર સંબંધિત વ્યક્તિએ સ્ટૉક પર લીધેલી ઈન્પુટ ટેક્ષ ક્રેડિટ રિવર્સ કરી તે રકમ અથવા સ્ટૉક પર બનનાર આઉટપુટ ટેક્ષ, બેમાંથી જે વધારે હોય, તેની ચૂકવણી કરવી પડશે. [કલમ-
૨૯(૫)]. કેપિટલ ગૂડ્સ પર ઈન્પુટ ટેક્ષનું રિવર્સલ રૂલ ૪૪ હેઠળ કરવાનું રહેશે.
(૯) રજિસ્ટ્રેશન કેન્સલ થયાની તારીખ અથવા કેન્સલ કરતા આદેશની તારીખ, બેમાંથી જે પાછળ હોય, તેનાથી ૩ મહિનાની અંદર રજિસ્ટર્ડ પર્સને (કમ્પોજિશન ડીલર સિવાયના) એક ફાઇનલ રિટર્ન ફોર્મ GSTR- 10 ફાઇલ કરવાનું રહેશે. આમાં સ્ટૉકની જાણકારી તથા ચૂકવેલ ટેક્ષની જાણકારી આપવાની રહેશે. ( રૂલ ૮૧ અને કલમ ૪૫)
(૧૦) જો ત્રણ મહિનામાં GSTR-10 રિટર્ન રજૂ કરવામાં નહીં આવે, તો કરદાતાએ GSTR-3A માં નોટિસ ઇસ્યુ કરવામાં આવશે તથા નોટિસ મળ્યાના ૧૫ દિવસમાં કરદાતા રિટર્ન રજૂ નહીં કરે, તો તેની આકારણી કલમ-૬૨ હેઠળ GST ASMT-13 માં કરી દેવામાં આવશે. ત્યારબાદ પણ જો ફોર્મ GST ASMT-13 માં ઓર્ડર મળ્યાના ૩૦ દિવસમાં કરદાતા રિટર્ન રજૂ કરી દે, તો કલમ-૬૨ નો ઓર્ડર રદ માની લેવામાં આવશે.(સરક્યુલર નં. ૬૯/૪૩/૨૦૧૮ તા. ૨૬/૧૦/૨૦૧૮ નો પેરેગ્રાફ-૯).
(૧૧) ફોર્મ REG-16 માં અરજી રજૂ કરવાના સંબંધમાં વિસ્તૃત નિયમો માટે સરક્યુલર નં.૬૯/૧૦/૨૦૧૮ જુઓ.
વિભાગ દ્વારા રજિસ્ટ્રેશન કેન્સલેસન :-
(૧) જો યોગ્ય અધિકારીને એવું લાગતું હોય કે કોઈ રજિસ્ટર્ડ વ્યક્તિનું રજિસ્ટ્રેશન કલમ-૨૯ હેઠળ કેન્સલ કરવા યોગ્ય છે, તો તેઓ ફોર્મ GST REG-17 માં તેને શૉ-કોજ નોટિસ ઇસ્યુ કરી ૭ દિવસમાં આ જાણકારી રજૂ કરવા માટે કહી શકે છે.[રૂલ ૨૨(૧)].
(૨) યોગ્ય અધિકારી નીચેના કેસોમાં રજિસ્ટ્રેશન કેન્સલ કરી શકે છે.[કલમ ૨૯(૨)]
રજિસ્ટર્ડ વ્યક્તિએ જીએસટી કાયદાની જોગવાઈઓનો ભંગ કર્યો હોય, અથવા
કમ્પોજિસન ડીલર દ્વારા સતત ત્રણ ટેક્ષ પીરિયડના રિટર્ન ફાઇલ કરવામાં નહીં આવે, અથવા
અન્ય ડીલર્સ દ્વારા સતત છ મહિના સુધી રિટર્ન ફાઇલ કરવામાં નહીં આવે, અથવા
કલમ-૨૫(૩) હેઠળ સ્વૈચ્છિક રજિસ્ટ્રેશન લેનાર વ્યક્તિએ રજિસ્ટ્રેશનની તારીખથી છ મહીના સુધી વેપાર શરૂ કર્યો ન હોય, અથવા
છેતરપિંડી, ખોટી જાણકારી અથવા હકીકતોને છુપાવીને રજિસ્ટ્રેશન મેળવવામાંં આવ્યું હોય.
(૩) નીચે જણાવેલ કેસોમાં પણ રજિસ્ટ્રેશન કેન્સલ કરવામાં આવી શકે છે.(રૂલ ૨૧)
રજિસ્ટ્રેશન સર્ટિફિકેટમાં જાહેર કરેલ વેપારના સ્થળે વેપાર કરવામાં આવતો ન હોય, અથવા
માલ અથવા સેવાની સપ્લાય કર્યા વગર ઇન્વોઇસ કે બિલ ઇસ્યુ કરવામાં આવે, અથવા
એન્ટી પ્રોફિટીયરિંગની જોગવાઈઓનો ભંગ કરવામાં આવે(કલમ-૧૭૧) અથવા
રૂલ ૧૦Aની જોગવાઈઓ હેઠળ બૅન્ક એકાઉન્ટની જાણકારી રજૂ કરવામાં નહીં આવે, અથવા
કલમ ૧૬ માં મળવાપાત્ર ઈનપુટ ટેક્ષ ક્રેડિટથી વધારે ઈનપુટ ટેક્ષ ક્રેડિટનો દાવો કરવામાં આવેલ હોય, અથવા
GSTR-1માં બતાવેલ ટર્નઓવર કોઈપણ એક અથવા વધુ ટેક્ષ પીરિયડમાં GSTR-3Bના ટર્નઓવર કરતાં વધુ હોય, (GST REG –31 માં નોટિસ આપશે) અથવા
નિયમ-86B (રોકડમાં ચૂકવવાપાત્ર ૧ ટકા ટેક્ષ ) નું ઉલ્લંઘન કરવામાં આવે.
(૪) રજિસ્ટર્ડ પર્સને આ શો-કોજ નોટિસનો જવાબ સાત દિવસની અંદર ફોર્મ GST REG-18 માં રજૂ કરવાનો રહેશે.[રૂલ ૨૨(૨)].
(૫) જો શો-કોજ નોટિસના જવાબથી યોગ્ય અધિકારીને સંતોષ નહીં થાય, તો તેઓ શો-કોજ નોટિસના જવાબથી 30 દિવસની અંદર ફોર્મ GST REG-19 માં આદેશ પસાર કરી રજિસ્ટ્રેશન કેન્સલ કરી શકે છે.
(૬) જો રજિસ્ટ્રેશન કેન્સલ કરવા માટેની શો-કોજ નોટિસ રિટર્ન નહીં ફાઇલ કર્યાના કારણે ઇસ્યુ કરવામાં આવી હોય, તો કરદાતા બાકી ટેક્ષ અને વ્યાજ સાથે ૩૦ દિવસમાં રિટર્ન ફાઇલ કરી દે, તો યોગ્ય અધિકારી તેના રજિસ્ટ્રેશન કેંશલેસનની કાર્યવાહી રદ કરી શકે છે તથા ફોર્મ GST REG-20 માં આદેશ પસાર કરી શકે છે.(રૂલ ૨૨(૪) નો પ્રોવિસો )
(૭) જો યોગ્ય અધિકારીએ કોઈ વ્યક્તિનું રજિસ્ટ્રેશન કેન્સલ કરી દીધું હોય તો તે વીવાયઆદેશ મળ્યાના ૩૦ દિવસમાં કરવાની રહેશે. આ સમયગાળાને ૬૦ દિવસ સુધી લંબાવી શકાય છે. અરજી પર સાંભળવાની તક આપવી જરૂરી છે.(કલમ ૩૦)(૯) કેન્સલ વ્યક્તિએ આવા કેન્સલેસનને રદ કરવા માટે અરજી રજૂ કરી શકે છે.(કલમ-૩૦)
(૮) કલમ ૩૦ માં અરજી રજિસ્ટ્રેશન કેન્સલેસનનો આદેશ મળ્યાના ૩૦ દિવસમાં કરવાની રહેશે. આ સમયગાળાને ૬૦ દિવસ સુધી લંબાવી શકાય છે. અરજી પર સાંભળવાની તક આપવી જરૂરી છે.(કલમ ૩૦)
(૯) કેન્સલ કરેલ રજિસ્ટ્રેશનને ફરીથી ચાલુ કરાવવા માટેની અરજી ફોર્મ GST REG-21 માં કરવાની રહેશે. આ સંબંધમાં વિસ્તૃત નિયમ રૂલ-૨૩ માં બનાવવામાં આવ્યા છે.
(૧૦) કેન્સલ રજિસ્ટ્રેશનને ફરીથી ચાલુ કરાવવા માટેની અરજીના સંબંધમાં સ્પષ્ટીકરણ સરક્યુલર નં. ૯૯/૧૮/૨૦૧૯-GST તા. ૨૩/૦૪/૨૦૧૯ માં આપવામાં આવ્યું છે.
૧૧) રજિસ્ટ્રેશન સસ્પેંડ કરવા અંગેની જોગવાઈ રૂલ ૨૧A માં કરવામાં આવી છે.



Comments