top of page

ULIP હવે થી પાકતી તારીખે કરપાત્ર થશે - નવી જોગવાઈ

Updated: Jun 10, 2021


ree
Which is better ?

ઘણા કરદાતાઓ હાલમાં મોટા પ્રમાણમાં ULIP જેવી ઇક્વિટી ઓરિએન્ટેડ વીમા બેનીફીટ યોજનામાં રોકાણ કરી રહ્યા છે. આ તમામ કરદાતાઓમાંથી કેટલાક કરદાતાઓ કલમ-80C ની મહત્તમ લિમિટ ૧.૫૦ લાખથી વધુનું રોકાણ કરીને પાકતી તારીખે કરમુક્ત આવક, બોનસ તથા રોકાણનો વધારો કમાવાનો ધ્યેય રાખતા હતા. હાલ સુધી આ પાકતી તારીખની રોકાણ વત્તા વધારાની આવક કરમુક્ત હતી. આમ, રોકાણ કરો તો પણ કરમુક્ત, આવક કે વધારો વર્ષો વર્ષ ચઢતો રહે તે કરમુક્ત અને રકમ ઉપાડો તો પણ કરમુક્ત, ટૂંકમાં આ સ્કીમ ને કહેવાય EEE.


૧ લી ફેબ્રુઆરીથી


હવે ૧ લી ફેબ્રુઆરી, ૨૦૨૧ પછી ULIP ની કોઈ પણ સ્કીમમાં રોકાણ કરનાર વર્ષ દરમ્યાન ૨.૫૦ લાખથી વધુ નું વીમા પ્રમિયમ ભરે તો તેને કલામ-૧૦(૧૦-ડી) ની કરમુક્ત લાગુ પડશે નહિ. અને સંપૂર્ણ ઉપાડેલ કે પાકેલ રકમ બાદ ભરેલ પ્રીમિયમ ચોખ્ખી રકમ કરપાત્ર થશે. ધારો કે કોઈ વ્યક્તિ દર વર્ષે ૩ લાખ પ્રીમિયમ ભરનાર પાંચ વર્ષે ૧૫ લાખ રોકે અને પાકતી તારીખે ૨૦ લાખ મળે તો સંપૂર્ણ ૨૦ લાખ કરપાત્ર થશે. ૨.૫૦ લાખ સુધીનો પાંચ વર્ષના ૧૨.૫૦ લાખનો પ્રમાણસર લાભ મળશે નહિ.


અન્ય સ્ત્રોતની આવક કે કેપિટલ ગેઇન ?


ઉપાડતી તારીખે અથવા પાકતી તારીખે તમામ રકમ લોન્ગ ટર્મ કેપિટલ ગેઇનને પાત્ર થશે, જો એક વર્ષથી વધારે સમય ધારણ કરેલ હોય અન્યથા એક વર્ષની દર શોર્ટ ટર્મ કેપિટલ ગેઇન લાગુ પડશે. લૉંગ ટર્મ કેપિટલ ગેઇન ઈન્ડેક્સેશન વગર ૧૦ ટકા કરને પાત્ર થશે કે ઈન્ડેક્સેશન સાથે ૨૦ ટકા કરને પાત્ર થશે એ અંગે સ્પષ્ટતા નથી . પરંતુ હાલ તુરંત તો કલમ-૧૧૨એ જોગવાઈને આધીન તા.૩૧/૦૧/૨૦૧૮ પછીના વ્યવહારો હોઈ ઈન્ડેક્સેશનનો લાભ મળશે નહિ. અલબત્ત પ્રથમ ૧ લાખ સુધીનો કેપિટલ ગેઇન કરમુક્ત રહેશે. કલમ-૨(૪૨એ) અને કલમ-૧૧૫એ માં સ્પષ્ટતા નથી.




ઉપાડ પર TDS લાગે ?


કલમ-૧૦(૧૦ડી) ની પ્રવર્તમાન જોગવાઈ મુજબ વીમા સુરક્ષિત રકમના ૧૦ ટકા સુધી ભરેલ વાર્ષિક પ્રીમિયમ લેખે એકત્રિત રકમ ઉપર પાકતી તારીખે કોઈ ટેક્ષ નથી. પરંતુ જેને આ કલમ લાગુ પડતી નથી તેઓને કલમ-૧૯૪ડી. એ. મુજબ પાકતી તારીખે તફાવત ઉપર ૫ ટકા TDS લાગુ પડશે. મતલબ કે ૧૦ ટકાથી વધારે ભરેલ વીમા પ્રીમિયમના કેસમાં મ્યુચુઅલ ફંડ એજન્સી ૫ ટકા TDS કાપી લેશે. ULIP ના સંદર્ભે તા.૦૧/૦૨/૨૦૨૧ પહેલાંની ચાલી આવેલ જૂની પોલીસિમાં વાર્ષિક ૧૦ ટકાથી વધારે ભરેલ પ્રીમિયમનો માપદંડ TRS અંગે જોવાનો રહે છે.


૨.૫૦ લાખથી ઉપર TDS લાગે ?


તા.૦૧/૦૨/૨૦૨૧ થી ૨.૨૫ લાખથી વધુના ULIP સંદર્ભે પાકતી તારીખે TDS અંગે ૧૦ ટકા વીમા પ્રીમિયમના માપદંડને બદલે ૨.૫૦ લાખના પ્રીમિયમનો નવો માપદંડ જોવાનો છે જે મુજબ ૨.૫૦ લાખથી વધુના વાર્ષિક પ્રેમીયમોની પાકતી રકમમાં સમાવિષ્ટ આવક ૫ ટકા TDS લાગુ પડશે. અલબત્ત ૧ લાખની રકમ સુધી TDS લાગશે નહિ.


કેપિટલ એસેટ્સ


કલમ-૨(૧૪) ની જોગવાઈ મુજબ આવા ૨.૫૦ લાખથી વધુના ભરેલ વીમા પ્રીમિયમવાળી મિલકત કેપિટલ એસેટ્સ ગણાશે. એ સંજોગોમાં કેપિટલ ગેઇન લાગે કે અન્ય સ્ત્રોતની આવક ગણાય એ હવે વિવાદાસ્પદ નથી. કારણ કે કલમ-૧૧૨એ મુજબ તો કેપિટલ ગેઇન લાગે એવું કહી જ દીધું છે.


પત્ની, બાળકો/H.U.F

તમામના ભરેલ ULIP પ્રીમિયમ અંગે ૨.૫૦ લાખની રકમ અલગ અલગ જોવાની છે.




Comments


Follow

  • LinkedIn
  • Twitter

Contact

9773822604

Address

210, 2nd Floor, Silver Stone Arcade, Causeway Road, Singanpur, Katargam, Surat, Gujarat-395004 

bottom of page